Gazal (ગઝલ)


કારણ લખી દેજો

અમે માની  જઈશું કોઈ પણ કારણ લખી દેજો..
અમારા દર્દ સાથે આપનું સગપણ લખી દેજો.

અમારી પ્યાસ થોડી વ્યગ્ર રહેશે તો મઝા પડશે
નદીનાં શુષ્ક પટ ઊપર બને તો  રણ લખી દેજો

અમેતો આમ પણ બળતા રહીશું આ ચમન માંહે
પથારી છે  બધી કાંટા ઉપરલક્ષણ. લખી દેજો.

હતો લાચાર રસ્તો એકનો  કુરબાની બીજાની
બને તો રામની સાથે  જરા લક્ષ્મણ લખી દેજો.

વફાના નામની સાથે અમે ધોકો નથી કરતા
ખરેલા અશ્રુઓમાં પ્રેમનું મિશ્રણ,લખી દેજો

મુહમ્મદ અલી વફા


 https://bazmewafa.wordpress.com/

http://www.mahek.co.uk/

No comments:

Post a Comment